એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એરપોર્ટનો એન્ટ્રી પાસ ખોવાઈ જતા દાખલો બનાવવા માટે આવેલા એક મહિલા અને પુરુષે ફરજ પરના મહિલા કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હતી.એરપોર્ટ પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા લીલાબેન વશરામભાઈ પાસે સોમવારે સવાર કલોલના હિમાક્ષીબેન વાઘેલા અને ઓમ શ્રીવાસ્તવ આવ્યા હતા. આ બંનેએ તેમનો એરપોર્ટનો એન્ટ્રી પાસ ખોવાઈ ગયો હોવાનુ કહી તેનો દાખલો લેવાનુ કહ્યું હતુ. લીલાબેને તેમને થોડીવાર બેસવાનું કહ્યું હતુ. આ દરમિયાન બંને ઉશ્કેરાયા હતા અને અમારે મોડુ થાય છે કહીને લીલાબેન સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. લીલાબેને બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
દાણીલીમડામાં 50 ફૂટથી નીચે પટકાતાં મજૂરનું મોત
દાણીલીમડામાં શેડ પરથી પતરા ઉતારવાની કામગીરી કરતા 50 ફુટ ઉંચેથી નીચે પટકાતા એક યુવકનુ મોત નિપજયુ હતુ. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.…