મૃતકે સ્યુસાઈડ નોટમાં તમામ હકીકત લખી હતી જેના આધારે ગુનો દાખલ કરાયો
કૃષ્ણનગરમાં એક દંપતિ સહિત ત્રણ વ્યાજખોરે મહિલાને માનસિક ત્રાસ આપતા અંતે કંટાળીને મહિલાએ એસિડ ગટગટાવી લેતા તેનુ મોત નિપજયુ હતુ. દરમિયાન મહિલાના ઘરમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેના આધારે મહિલાના પતિએ ત્રણે સામે દુત્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં એક દંપતિ સહીત ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરી હતી.
કૃષ્ણનગરમાં શિવ એપાર્ટમેન્ટમાં નિતાબેન મોદી પુત્ર રવિ સાથે રહે છે જયારે તેમના પતિ પ્રકાશભાઈ વીસનગર રહે છે અને ફોટોગ્રાફીનો વ્યવ્સાય કરે છે. ગત તા 27 મીએ પ્રકાશભાઈ પર તેમની સાળીનો ફોન આવ્યો હતો અને જાણ કરી હતી કે નિતાબેને એસીડ પી લીધુ છે. નિતાબેનને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી દીધા હતા.
બીજીબાજુ પ્રકાશભાઈએ તેમની પુત્રી ભૂમિકાને પુછતા તેણે કહ્યું હતુ કે મમ્મીએ એસિડ પી લીધા બાદ તેમને હોસ્પિટલ લાવ્યા બાદ ઘરે તાળુ મારવા માટે ગઈ ત્યારે ઘરમાં એક ચોપડો પડયો હતો. જેમાં નિતાબેને લખ્યુ હતુ કે, મારા મરવા પાછળનું કારણે નેહા તથા તેનો ઘરવાળો જયેશ છે. તેમણે મને 50 હજાર આપેલ તે પૈસા ભરી દીધા હોવા છતા બીજા દસ હપ્તા માંગતા હતા. આ લોકો મને ખોટી રીતે તેઓ ટોર્ચર કરી ધમકી આપતા હતા. આ ઉપરાંત જીગર રબારી પાસેથી પણ દસ ટકા વ્યાજે ઉછીના પૈસા લીધા હતા.
તે પૈસા ચુકવી દીધા હોવા છતા તેઓ વધુ પૈસાની માગણી કરી ધમકી આપતા. હતા અને તારા છોકરાને ઉઠાવી જઈશ. તથા તને ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી. ધમકી આપતા હતા. મે હેમરાજ ઝાલાને 45 હજાર રૂપિયા આપ્યા હતા અને રવિના નામે મોબાઇલ ફોન અપાવેલ છે તથા એક હજારની ડાયરી કરાવેલ છે તે તમામ પૈસા લેવાના બાકી છે તે પૈસા માંગવા. જતા હેમરાજે મને મારી નાંખવાની ધમકી. આપી હતી. આ લોકોના ત્રાસથી હું અંતિમ પગલુ ભરી રહી છુ. આ સ્યુસાઈડ નોટ અંગે પ્રકાશભાઈએ કૃષ્ણનગર પોલીસને જાણ કરતા પોલીસે નહાબેન પંડયા અને તેના પતિ જયેશ પંડયા અને હેમરાજસિંહ. ઝાલાની સામે દુઃત્પ્રેરણાનો ગુનો દાખલ કરી ત્રણેની ધરપકડ કરી હતી.