શહેરના મધ્ય ઝોનના વિવિધ વોર્ડમાં છાશવારે દબાણોની ફરિયાદો ઊઠતી હોય છે. પરંતુ મ્યુનિ તંત્ર દ્વારા દબાણો ખસેડાયાના ગણતરીના કલાકોમાં ફરીથી સ્થિતિ જૈસે થે જેવી થઈ જાય છે. એટલે મધ્ય ઝોનમાં ફરીથી દબાણો ખસેડવાની કામગીરી કરાઈ હતી. જેમાં જમાલપુર ફુલ બજાર, શાકમાર્કેટ, સરદાર બ્રિજ, રાયપુર દરવાજા, નહેરુ બ્રિજ. કાલુપુર ફુટ માર્કેટ, સારંગપુર સર્કલ, નમસ્તે સર્કલ, ડફનાળા, સિવિલ હોસ્પિટલ, કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તાર સહિતના વિસતારમાં મુખ્ય રોડ પરથી દબાણો ખસેડાયા હતા. તેમાં લારી, વાસ, તાડપત્રી, બોર્ડ-બેનર સહિતનો કુલ 55 નંગ માલસામાન જપ્ત કરાયો હતો. આગામી દિવસોમાં પણ જાહેર રોડ પર ગેરકાયદે બાંધકામ કરનારા એકમો સામે કાર્યવાહી કરીને દબાણો ખસેડવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. છાશવારે તંત્ર દ્વારા દબાણો ખસેડવાની કામગીરી કરવામાં આવે છે તેમ છતાં તે જગ્યાએ ફરીથી દબાણો થાય છે.
ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી
ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…