શહેરના લાંભા વોર્ડમાં 4300 ચો.ફુટના ક્ષેત્રફળના 6 ગેરકાયદે બાંધકામોને મ્યુનિ. દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.જ્યારે દક્ષિણ ઝોનમાં જુદા-જુદા વિસ્તારમાંથી 3 કાચા શેડ તોડી પાડીને દબાણો દૂર કરાયા હતા.
દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો ખસેડવાની કાર્યવાહી કરાઈ હતી. જેમાં લાંભા વોર્ડના વટવામાં અમન પ્લાઝાની સામે ગૌસ પાર્કમાં ત્રીજા માળે 6 યુનિટમાં રહેણાંક પ્રકારના 4300 ચો.ફુટ ક્ષેત્રફળમાં ગેરકાયદે બાંધકામ કરાયા હતા. આ બંધકામો અંગે મ્યુનિ દ્વારા શ્રી. ભરતી નોટીસો ફટકારીને કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ગેરકાયદે બાંધકામ કરનારે બાંધકામને સ્વેચ્છાએ દૂર કર્યું ન હતુ. એટલે મ્યુનિ.ના એસ્ટેટ વિભાગે એસઆરપી પોલીસના બંદોબસ્ત સાથે 15 બ્રેકર મશીન સાથે ગેરકાયદે બાંધકામ તોડી પાડયું હતું. જ્યારે દક્ષિણ ઝોનના જુદા જુદા રોડ અને બીઆરટીએસ કોરીડોર પર નડતરરૂપ 3 કાચા શેડ તોડી પડાયા હતા. આ પ્રકારના અન-અધિકૃત બાંધકામો અને જાહેર માર્ગ પરના જાહેર જનતા તથા ટ્રાફિકને અવરજવરમાં નડતરરૂપ દબાણો, જાહેરાતના બોર્ડ-બેનર્સ વિગેરે દૂર કરવામાં આવશે.