વારંવાર ઉભરાતી ગટરના પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા
શહેરના નિકોલના અમર જવાન સર્કલ પાસે ડ્રેનેજના પાણી ભરાતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો.નિકોલ વિસ્તારમાં વારંવાર ડ્રેનેજના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે. હવે તો આ સમસ્યા સાથે જ જીવન નિર્વાહ કરવું પડશે તેમ માની લોકો ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, નિકોલ વોર્ડના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ડ્રેનેજ લાઈન ઉભરાવાની સમસ્યા સર્જાતી હોય છે.
આ સમસ્યા સાથે જ જીવવું પડશે માની લોકો ફરિયાદ કરવાનું પણ ટાળી રહ્યાં છે
ત્યારે ફરી એકવાર નિકોલના અમરજવાન સર્કલ પર ગુરુવારે ડ્રેનેજના પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે રાહદારીઓ અને વાહનચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે.
પાણી ભરાયેલા હોવાથી શ્રીનંદ ઈલાઈટ, હેરીટેજ હાઈટ્સ, કોરોના હાઈટ્સ. ઉત્સવ વેલી, વેલી, આદર્શ આદર્શ એવન્યુ, ઊગતી એલિગન્સ, સત્યાગ્રહ લાઈફસ્ટાઈલ ફલેટ સહિતની વિવિધ સોસાયટીના રહીશોને હેરાન થવાનો વારો આવ્યો છે. શાળાએ જતાં બાળકોને ના છુટકે આ ગંદા પાણીમાં થઈને પસાર થવાનો વારો આવ્યો છે.
એટલે વારંવાર ઉભરાતી ગટરની સમસ્યાના કાયમી નિકાલ માટે મ્યુનિ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.
નોંધનીય છે કે નિકોલના ગોપાલચોકમાં છેલ્લા એક સપ્તાહથી ગટર ઉભરાઇ રહી છે જેના લીધે ગટરના ગંદાં પાણી રોડ પરફરી વળ્યા છે.