લાકડી અને ફેંટો મારી ઈજાગ્રસ્ત કર્યાની કબૂલાત
શહેરના સરદારનગરના સુત્તરના કારખાના પાસે એક શખ્સને માર મારતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ હત્યાના ગુનાના ચાર આરોપીને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડી ગુનોનો ભેદ ઉકેલી દીધો છે.
સવા મહિના અગાઉ સરદારનગરમાં જગારામ સખારામ પાટીન નામના શખ્સના શંકાસ્પદ મૃત્યુ અંગે ક્રાઈમબ્રાંચે તપાસ હાથધરી હતી. જેમાં હ્યુમન ઈન્ટેલીજન્સ અને બાતમીના આધારે પોલીસે હસમુખ ઉર્ફે ભરત જગદીશ પહાડીયા (રહે. ઓઢવ), નાસીર હુસેન ઉર્ફે મામા અબ્દુલ હમીદ શેખ (રહે.રામોલ), દુર્ગેશ ઉર્ફે ગૌરવ સુરેશસિંગ કુશ્વાહ (રહે.નવા વાડજ) અને સુનિલ ઉર્ફે શિવા મેવાલાલ કોરી (રહે.કુબેરનગર)ને પકડી પાડયા હતા. કડક પુછપરછમાં કરતાં ચારેય આરોપીઓએ કબુલાત કરી હતી કે, સરદારનગરમાં નાસીરશેખની દુકાનની બાજુમાં જગરામ પાટીલને લાકડી અને ફેટો મારી ઈજાગ્રસ્ત કર્યો હતો. જો કે મારામારીના બનાવ બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. અંતે ચારેય આરોપીને સરદારનગર પોલીસને સોંપવા તજવીજ હાથધરાઈ છે. નોંધનીય છે યુવકની શંકાસ્પદ લાશ મળ્યા બાદ તપાસ કરતાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે.