કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત વર્ષે થયેલી હત્યાના વોન્ટેડ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
કાગડાપીઠ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને બીજલભાઈને મળેલી બાતમીના આધારે પોલીસટીમે વોચ ગોઠવીને મેહુલ સુરેશભાઈ પરમાર(ઉ.27 રહે પઠાણની ચાલી, શાહપુર દરવાજા બહાર)ની ધરપકડ કરી હતી. આરોપી સામે કાગડાપીઠ વિસ્તારમાં વર્ષ 2024માં એક વ્યકિતની હત્યા કરવાનો ગુનો દાખલ થયો હતો. ધરપકડ ટાળવા માટે મેહુલ સુરેશભાઈ પરમાર નાસતો ફરતો હતો જેની અંતે પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.