અમરાઈવાડીમાં અનુપ એસ્ટેટની પાછળ ગાયત્રીકુંજ સોસાયટીમાં રહેતા જશવંતભાઈ ઈશ્વરભાઈ પંચાલ(ઉ.63)એ કોઈક કારણોસર ગત તા 21 મીના રોજ સાંજના સાડા સાત વાગ્યાના પહેલા પોતાના ઘરે રસોડામાં છતના હુક સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
જયારે આત્મહત્યાની બીજી ઘટનામાં નારોલમાં કેનાલ પાસે ચિશ્તીયા પાર્ક સોસાયટીમાં રહેતા સદ્દામહુસૈન તૈયબઅલી શેખ(ઉ.28)એ કોઈક કારણોસર ગત તા 22 મીના રોજ સાડા પાંચ વાગ્યા પહેલા પોતાના ઘરની આગળ ખુલ્લી જગ્યામાં ઓશરીમાં દિવાલમાં લગાવેલા લાકડા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે નારોલ અને રામોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે આત્મહત્યા કરવા પાછળ જવાબદાર કારણ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.