રજૂઆત છતાં ઢાંકણું લગાવવામાં તંત્ર ઉદાસીન
સુરતમાં ખુલ્લી ગટરમાં એક બાળક પડતાં ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતુ. આ ઘટના બાદ અમદાવાદ શહેરમાં પણ ગટરના ખુલ્લા ઢાંકણા બંધ કરવા માટે મ્યુનિ.એ આદેશ કર્યો હતો. પરંતુ તેનો ખાસ કોઈ અમલ થતો ન હોય તેવું લાગી રહ્યું છે. કેમકે શહેરના નારોલ ખાતે રાધા કૃષ્ણ મંદિર પાસે ગટરનું ઢાંકણુ કેટલાય સમયથી લગાવતા નથી. જેના લીધે ત્યાંથી અવરજવર કરતા રાહાદારીઓ અને વાહનચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે.
આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, શહેરના લાંભા વોર્ડમાં નારોલના રાધા કૃષ્ણ મંદિર પાસે આવેલી વસંત વિહાર સોસાયટી ચાર રસ્તા નજીક છેલ્લા ઘણાં સમયથી ગટરનું ઢાંકણુ જ લગાવાયું નથી.
જેના કારણે લોકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે.આ ગટરનું ઢાંકણું લગાવવા માટે મ્યુનિ.કોર્પોરેશનમાં વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ અસરકારક કામગીરી કરાતી નથી. જેના લીધે વિસ્તારના રહીશોને ત્યાંથી આવનજાવન કરવામાં અકસ્માત થવાનો ભય સતાવે છે.