શહેરમાં સામાન્ય રીતે ચોમાસા પહેલા તમામ ડ્રેનેજ લાઈનોની કામગીરી પૂર્ણ કરી લેવાની હોય છે. પરંતુ રખિયાલના અજીતમીલ પાસે ગુજરાત બોટલીંગ ચાર રસ્તા નજીક ડ્રેનેજ લાઈનની કામગીરી મંથરગતિમાં ચાલી રહી હોવાના લીધે વાહનચાલકોને હેરાનગતિ ભોગગવી પડે છે. રોડ વચ્ચે જ ગટરલાઈનના મશીન હોલ પાસે બેરીકેડ લગાવીને કામગીરી કરાતી હોવાના લીધે રસ્તો સાંકડો થઈ ગયો છે. ચોમાસામાં પણ જો કામગીરી આ જ રીતે ચાલતી રહેશો તો પાણી ભરાવાની સમસ્યા સર્જાય તેવી શક્યતા રહેલી છે. એટલે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા લોકમાંગ ઊઠી છે.
ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી
ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…