નરોડા પોલીસે આઈપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા એક યુવકની ધરપકડ કરી હતી.
નરોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે હંસપુરા રેમન્ડ શોરૂમની સામે ખુલ્લા મેદાનમાં એક યુવક ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડે છે.
પોલીસે બાતમીના આધારે સ્થળ પર જઈને અભિષેક જયેશભાઈ સોલંકી(ઉ.21 રહે મનહરનગર વિભાગ-2 બાપુનગર)ને પકડી તેનો ફોન ચેક કરતા અંદરથી એક આઈડી પર આઈપીએલનો સટ્ટો રમાડતો હોવાની વિગતો બહાર આવી હતી.
આ અંગે પુછપરછ કરતા અભિષેકે ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઈને 10 મહિના પહેલા લીંક મેળવી હતી જેના પર ક્રિકેટમેચનો સટ્ટો રમાડતો હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.