બાપુનગર પોલીસે એક અવાવરૂ મકાનમાંથી વિદેશી બનાવટના દારૂની 237 બોટલો કબજે કરી હતી. જો કે બુટલેગર પોલીસને થાપ આપીને નાસી છૂટયો હતો.
બાપુનગર પોલીસને બાતમી મળી હતી કે હરદાસનગર જોડકાના કલ્યાણ કેન્દ્ર નામના અવાવરૂ મકાનમાં બુટલેગર દિપક ઉર્ફે છોટુ શ્યામનારાયણ ગોડ વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યો છે. બાતમીના પગલે પોલીસે સ્થળ પર રેડ કરતા સ્થળ પરથી વિદેશી બનાવટની દારૂની અલગ અલગ બ્રાંડની કુલ 237 બોટલો મળી આવી હતી .જયારે બુટલેગર દિપક અંધારાનો લાભ લઈ પોલીસને થાપ આપી નાસી છુટયો હતો.