
શહેરના ઈસનપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્લનો પોલ રીતસર નમી પડ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવરથી ધમધમતા નેશનલ હાઈવે નં.8 પર જો સિગ્નલ પોલ ટ્રાફિકજામ દરમિયાન પડી ગયો તો મોટો અકસ્માત સર્જાય તેવી આશંકા સેવાઈ રહી છે. એક તરફ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને ઈ-મેમો ફટકારીને દંડની વસૂલાત કરવામાં આવે છે. તો આ લોકોને નિયમોનું પાલન કરવાની માહિતી મળે તેવા સિગ્નલ પોલ જ નમી પડે તો જવાબદાર અધિકારી સામે કાર્યવાહી થશે કે કેમ ?