યુવકના ઘરે જઈ પૈસા માગી ઝઘડો કર્યો
નારોલમાં રૂપિયાની લેવડદેવડમાં એક મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરીને બે ભાઈઓને બદનામ કર્યા હતા. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં યુવકે બે મહિલાઓ સહિત કુલ ત્રણ સામે બદનામી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
ઈસનપુરમાં રહેતા યુવક મણિનગરના દવાનો વેપાર કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગત 9 એપ્રિલે તેમના પર તેમની માતાનો ફોન આવ્યો હતો કે બે બહેનો ઘરે આવી છે અને તમારા દિકરાએ અમારી પાસેથી ઉછીના રૂપિયા લીધા છે તે આપતો નથી તેમ કહીને ઝઘડો કર્યો હતો. દરમિયાન યુવક ઘરે પહોચતા
સોસાયટીના નાકે એક મહિલાના પુત્રએ તેમને રોકીને કહ્યું હતુ કે તમે આ મેટર પતાવી દેજો નહીંતો મજા નહીં આવે તેવી ધમકી આપી હતી. બાદમાં ઘરે જતા બે મહિલાઓએ અમારા રૂપિયા નહી આપો તો તે જોવા જેવી થશે તેમ કહ્યું હતુ. આ સમયે યુવકે તેમના ભાઈ સાથે વ્યવ્હાર કર્યો હોઈ તે ઘરે હાજર નહોઈ તે આવે ત્યારે વાત કરી વ્યવ્હાર પુરો કરવાનું કહ્યું હતુ. ત્યારે મહિલાઓએ મને રૂપિયા પરત નહી આપો તો તમારા પરિવારને બદનામ કરી નાંખીશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ બીજા દિવસે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવી મહિલાએ યુવક અને તેના ભાઈ વિરુદ્ધમાં વીડીયો વાયકલ કર્યો હતો. જે મામલે ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.