ડ્રેનેજ લાઈન બેક મારતી હોવાના લીધે ગંદાં પાણી ફરી વળ્યાં
જમાલપુર સ્થિત સપ્તઋષિ સ્મશાનને રિડેવલ કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન અંતિમવિધી માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે અંદર જ અલગથી જગ્યા ફાળવાઈ છે. પરંતુ ત્યાં જવાના રોડ પર અને ચિંતાના શેડ નજીક જ ડ્રેનેજ લાઈન બેક મારતી હોવાની સમસ્યા સર્જાય છે. જેના કારણેઆસપાસના ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે.સ્મશાનમાં એક પરિવારજનની અંતિમક્રિયામાં આવેલા એક નાગરિકે જણાવ્યું હતું કે, સ્મશાનના રિડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, તે સારી બાબત છે.
પરંતુ હાલમાં અંતિમવિધી કરવા વૈકલ્પિક વ્યવસ્થા જે જગ્યાએ ફાળવી છે ત્યાં ગંદકીના ગંજ છે. ચીતા પાસેના રોડ પર જ ડ્રેનેજ ઉભરાતી હોવાથી તેનાગંદા પાણી ફરી વળે છે. એટલે તીવ્ર દૂર્ગંધના લીધે ત્યાં ઉભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. આસપાસમાં પણ ગંદકીના ગંજ હોવાના લીધે અંતિમવિધી પૂર્ણ થાય ત્યાં સુધી તો લોકો હેરાન પરેસાન થઈ ગયા હતા. એટલે રિડેવલપમેન્ટની કામગીરી ચાલે ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થા વાળા સ્મશાનની આસપાસ પણ સાફ સફાઈ માટેની કામગીરી કરે તેવી માગ.