નાગરિકોના ટેક્સની કમાણી વરસાદના કારણે રોડ-રસ્તાના સમારકામમાં સમાણી
વટવા વૉર્ડના જુદા જુદા રસ્તાના સમારકામ અને નવા બનાવવા રૂ.52.30 લાખનો ખર્ચ કરાશે
શહેરના દક્ષિણ ઝોનના વટવા, લાંભા, ઈસનપુર, ઈન્દ્રપુરી સહિતના વિસ્તારમાં ચોમાસામાં પડેલા ભૂવાના સમારકામ કરવા સહિતના કામ માટે કુલ રૂ.4.85 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં વટવા વોર્ડમાં 52.30 લાખનો ખર્ચ અને ઈન્દ્રપુરી વોર્ડમાં 15 લાખનો ખર્ચે ભૂવાના સમારકામ કરાશે. એટલે પ્રજાના ટેક્સની કમાણી રસ્તા બનાવવામાં સમાણી જેવો ઘાટ ઘડાયો છે.
મ્યુનિ.ના જણાવ્યા મુજબ, દક્ષિણ ઝોનમાં જુદા જુદા રોડ પરના પોટહોલ્સ મોબાઈલ ઈન્ફ્રારેજ ટેકનોલોજીથી રીપેરીંગ કરવા માટે રૂ.૩ કરોડનો ખર્ચ કરાશે. જ્યારે ઝોનના જુદા જુદા વોર્ડમાં આવેલા ટીપી રોડ ન્ય જગ્યાએ પડેલાપોટ હોલ્સ રીપેર કરવા મીલીગ કરી પેચવર્ક કરવાના કામ અને જરૂરી કામગીરી કરવા માટે રૂ.1 કરોડનો ખર્ચ કરાશે.ઉપરાંત લાંભા વોર્ડમાં લાંભા ગામ,ઈન્દીરાનગર ભાગ 1 અને 2, લક્ષ્મીપુરા, સુરતીપુરા તથા જુદી જુદી જગ્યાએ હેન્ડ લેઈગથી પેચવર્કકરવા માટે રૂ.10 લાખ ખર્ચ કરાશે.
વટવા વોર્ડમાં ગામતળ વિસ્તારમાં તેમજ અન્ય જુદી જુદી જગ્યાએ ધારાસભ્ય,કાઉન્સિલરના બજેટમાંથી અને જરૂરિયાત મુજબના અન્ય બજેટમાંથી આરસીસી રોડ રીપેરીંગકરવા અને નવો આરસીસી રોડ બનાવવા માટે રૂ.12.50 લાખના ખર્ચ કરવામાં આવશે.વટવા વોર્ડમાં ઘોડાસર અને નવા વટવા વિસ્તારમાં ડ્રેનેજ-પાણીના ખોદાણમાં તેમજ જુદા જુદા રોડ પરના ખાડામાં વેટમીક્ષ સપ્લાય કરી જરૂરી જગ્યાએ ખાડા પુરાણ કરી રોડ મોટરેબલ કરવા કામ રૂ.9.80 લાખના ખર્ચે કરાશે. આ ઉપરાંત વટવા વોર્ડમાં જુદા જુદા વિસ્તારમાં અને જુદા જુદા ટીપી રોડ પર ડ્રેનેજ-પાણીના ખોદાણ કરેલા ભાગને જરૂરી જગ્યાએ હેન્ડ લેઈંગથી પેચવર્ચ કરવા માટે રૂ.30 લાખ ખર્ચવામાં આવશે.
અમરાઈવાડીમાં વિસ્તારમાં પેચવર્ક કરવાના કામ માટે રૂ.15 લાખ ખર્ચાશે
ઈન્દ્રપુરી વોર્ડમાં અમરાવાડી વિસ્તારમાં પ્રગતિનગર ન્યુ # ભવાની નગર, બળિયાનગર, નરસિંહનગરના આંતરિક ટીપી રોડ પર પેચવર્ક કરવા માટે રૂ. 15 લાખનો ખર્ચ કરાશે. જ્યારે ઈસનપુર વોર્ડમાં જુદા જુદા રસ્તાઓ પર પડતાં ખાડાઓ તથા મેનહોલ રેઈઝીંગના કામ, પેચવર્કના કામમાં માટે રૂ.8.30 લાખ ખર્ચ કરવામાં આવશે.