વટવા જીઆઈડીસીમાં ગેસના સિલિન્ડરમાં આગ લાગતા યુવકનુ દાઝી જતા મોત નીપજયુ હતું. આ મામલે વટવા જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વટવા જીઆઈડીસીમાં રહેતા સુધીર રામદેવ પાલ(ઉ.22) પોતાના ઘરે ગેસ ચાલુ કરતા વખતી ગેસની બોટલમાં આગ લાગતા દાઝી ગયા હતા. તેમને એલ જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન તેમનુ મોત નિપજયુ હતુ. આ મામલે વટવા જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.