
શહેરમાં મ્યુનિ દ્વારા આડેધડ ખોદકામ કરી દેવાયા બાદ તેના યોગ્ય સમારકામ કરાતા નથી. જો સમારકામ કરે તો પણ થીંગડા મારવા જેવી કામગીરી કરીને સંતોષ માની લેવાય છે. જેના લીધે આવા રોડ બેસી જવાના કારણે તેમાં વાહનો ફસાઈ જવાના બનાવો બને છે. તાજેતરમાં દરિયાપુરમાં રોડ બેસી જતાં મ્યુનિ.નું સુપર સકર મશીન ફસાઈ ગયું હતું. હવે નિકોલના રસપાના ચોકડીથી ગંગોત્રી સર્કલ વચ્ચેના બિસમાર રોડ પર એક કન્ટ્રસ્ટ્રકશન સાઈટનું ડમ્પર ફસાઈ ગયું હતુ. જેના પગલે અડધોઅડધ રોડ બંધ થતાં લોકોને અવરજવર કરવામાં હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વારંવાર રોડ બેસી જવાનો સમસ્યા ક્યારે ઉકેલાશે તે સવાલ ઉભો થયો છે.