ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે લોકોને સાવધ રહેવા કહ્યું
આવકવેરા વિભાગે કરદાતાઓને ઈન્કમટેક્સ રિફંડના આવી રહેલા ઈ-મેઈલ અને મેસેજથી સાવધ રહેવા કહ્યું છે. વિભાગે કહ્યું કે, આવા ઈ-મેઈલ ખોટા છે અને ફિશિંગ એટેક માટે બનાવવામાં આવે છે.
ડિપાર્ટમેન્ટ ક્યારેય કોઈ કરદાતાને ઈ-મેઈલ કરીને પર્સનલ માહિતી કે બેન્ક ડિટેઈલ માગતું નથી. આવા ઈ-મેઈલમાં લોકોને તાત્કાલિક મેન્યુઅલ કન્ફર્મેશન આપવા જણાવાય છે. જેનાથી લોકોને ગભરાવીને લિંક પર ક્લિક કરાવવાનો પ્રયાસ થાય છે. લિંક ખોલતાની સાથે જે પર્સનલ ડેટા હેક થવાની સંભાવના છે.
રિફંડ વિશે કરદાતાએ કોઈ માહિતી મેળવવી હોય તો માત્ર અને માત્ર અધિકૃત વેબસાઈટ www. incometax.gov.in ५२ ४४६न તપાસ કરો. ડિપાર્ટમેન્ટે ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, આવા ફ્રોડથી બચવા માટે અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળવું, શંકાસ્પદ મેસેજનો જવાબ ન આપવો.