હત્યા બાદ ફરાર હિસ્ટ્રીશીટર અને તેની પ્રેમિકા ચંડોળા તળાવ પાસેથી પકડાયાં
‘તું મેરી બીવી કો ક્યું દેખતા હૈ” કહી હુમલો કર્યો, આજે વિહિપનું વિસ્તારમાં બંધનું એલાન
તું મે બીવી કે સામને કયું દેખતા હૈ’ કહીને હિસ્ટ્રીશીટરે જાહેરમાં પેટમાં છરીનો ઘા મારી આંતરડા બહાર કાઢી હોમગાર્ડના જવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. દિલ્હી દરવાજા ફટાકડા બજાર ખાતેની મોડી રાતની આ ઘટનામાં હીસ્ટ્રીશીટરની સાથે તેની પ્રેમીકા પણ હાજ હોવાથી પોલીસે બંનેની ધરપકડ કરી હતી. હીસ્ટ્રીશીટર અને તેની પ્રેમીકાએ સાથે મળીને 3 લૂંટ અને 1 ચોરી કરી હતી. જેમાં પ્રેમીકા 1 મહિના પહેલા જ જ્યારે બદરુદ્દીન તો 15 દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો.
શાહપુર ભોઈવાળાની પોળમાં કિશન રમેશભાઈ શ્રીમાળી(34) પત્ની, દીકરી, મોટાભાઈ તેમજ તેના પરિવાર સાથે રહેતો હતો. કિશન ઘીકાંટા ખાતે સ્ટીમ પ્રેસને લગતુ કામ કરતો હતો અને શાહપુર પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડમાં સેવા આપતો હતો.સોમવારે રાતે 10.30 વાગ્યે કિશન દિલ્હી દરવાજા જાવેદ સિઝનલ સ્ટોર પાસે હાજર હતો. ત્યારે ત્યાં હાજર બદરુદ્દીન સમસાદઅહેમદ શા અને તેની પ્રેમીકા નીલમ પ્રજાપતિ પણ હાજર હતા ત્યારે બદરુદ્દીને કિશનને કહ્યુંહતુ કે તુ મેરી બીવી કે સામને કયું દેખતા હૈ, જેથી કિશને કહ્યું હતુ કે હું ક્યાં જોવુ છુ.
તેવું કહેતા બદરુદ્દીને તેની સાથે ઝગડો કરીને તુ બહાર આ, તેવું કહીને દિલ્હી દરવાજા ફટાકડા બજાર પાસે બોલાવ્યો હતો. ત્યાં બંને વચ્ચે મારા મારી થતા બદરુદ્દીને કિશનને પેટમાં છરીના ઘા મારી દીધા હતા.છરીના ઘાને લીધે કિશનના આંતરડા બહાર આવી ગયા હતા.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા કિશનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેનું મૃત્યુ થયંુ હતું. આ અંગે કિશનના ભાઈ અવિનાશ શ્રીમાળીએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી.બી.આલની ટીમે ચંડોળા તળાવ પાસેથી બદરુદ્દીન અને નિલમ પ્રજાપતિને ઝડપી લીધા હતા. નિલમ અને બદરુદ્દીને સાથે મળીને 3 ચોરી અને 1 લૂંટ કરી હતી. જેમાં નિલમ પાસા હેઠળ સૂરત જેલમાં પણ જઈ આવી હતી. જ્યારે બંનેએ 2 દિવસ પહેલા જ મીરઝાપુરથી સેકન્ડમાં બાઈક ખરીદ્યું હતું, જેના કામ માટે તેઓ ત્યાં આવ્યા હતા. આ ઘટનાને પગલે વિહિપ અને બજરંગ દળે વિસ્તારમાં બંધનું એલાન જાહેર કર્યું છે.
બદરુદ્દીન જેલમાંથી છૂટ્યો ત્યારે મિત્ર વિજુ સિંધીએ નંબર આપીને કહ્યું હતું કે, નીલમ કા ખ્યાલ રખના
બદરુદ્દીન વિરુધ્ધ : ચોરી, લૂંટના 14 ગુના નોંધાયેલા હતા. જેમાં વાહન ચોરી, મોબાઈલ લૂંટ તેમજ રિક્ષામાં પેસેન્જરને બેસાડીને લૂંટી લેવાના ગુનાઓનો સમાવેશ થાય છે. બદરૂદ્દીન સાબરમતી જેલમાં હતો ત્યારે તેની મુલાકાત વિજ્ર સીંધી સાથે થઈ હતી અને નિલમ પતિ સાથે છુટા છેડા લઈને વિજુ સીંધી સાથે રહેતી હતી. જ્યારે બદરુદ્દીન જેલમાંછી છુટયો ત્યારે વિજુ એ તેને કહ્યું હતુ કે નીલમ કા ખ્યાલ રખના. જેથી 3 મહિનાથી બદરુદ્દીન અને નિલમ લીવ ઈનમાં રહેતા હતા.