મેઘાણીનગરમાં ગેસ લીક થતા લાગેલી આગમાં એક યુવતીનુ દાઝી જતા મોત નિપજયુ હતુ. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મેઘાણીનગરમાં કુંભાજીની ચાલીમાં રહેતા અંજુબેન ઉમેશચંદ્ર શર્મા (ઉ.30) ગત તા 20મીએ રાતના સવા નવ વાગે ઘરમાં ગેસની સગડી પર ચા બનાવતા હતા. ત્યારે અચાનક ગેસ લીક થતા આગ ભડકી ઉઠી હતી જેમાં અંજુબેન દાઝી જતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન તેમનુ મંગળવારે રાતના સમયે અંજુબેનનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. આ અંગે મેઘાણીનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આગ ક્યા કારણોસર લાગી તે દિશામાં પણ તપાસ થશે.