શહેરના નારોલથી પીરાણા ચાર રસ્તા તરફ જવાના રસ્તામાં કોઝી હોટલ પાસે ડ્રેનેજ લાઈનની કામગીરી પૂર્ણ કર્યા બદા યોગ્ય સમારકામ કરાયુ ન હતું. એટલે ચોમાસું શરૂ થતાં સમારકામ ધોવાઈ જતાં ખોદકામની જગ્યાએ ભૂવો પડતાં અકસ્માતનું જોખમ ઊભું થયું હતું.
આ સમસ્યા અંગેનો ભાસ્કરે અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેના ગણતરીના કલાકોમાં જમ્યુનિ તંત્ર દોડતું થયું છે, મ્યુનિદ્વારા તાબડતોબ ભૂવાને માટી નાંખીને પુરવાનું અને સમારકામ શરૂ કરાયું છે. જેના પગલે વાહનચાલકોએ રાહત અનુભવી છે.
દ્વારા નારોલમાં મ્યુનિ ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ સમારકામમાં થીંગડા મારવા જેવી કામગીરી કરાઈ હતી. જેના પગલે સામાન્ય વરસાદમાં ભૂવો પડયો હતો.