તંત્રમાં રજૂઆતો છતાં કોઈ ધ્યાન દેતું નથી
શહેરના ઈન્દ્રપુરી વોર્ડના આઝાદનગર વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. ગંદકીના કારણે ઠેર ઠેર ગંદકી થતાં લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ મામલે તંત્રમાં રજૂઆતો કરવામાં આવી છે. છતાં કોઈ ધ્યાન દેતુ ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
આ અંગે સ્થાનિકોએ કહ્યું હતું કે, શહેરમાં હાલમાં મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થતાં કચરા અને ગંદકીની સતત સફાઈ કરવા માટેની તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ઈન્દ્રપુરી વોર્ડના આઝાદનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી ગટરો બેક મારવાની સમસ્યા ઉભી થઈ છે. જેના કારણે ગંદકી થતાં મચ્છરોનો ઉપદ્રવ વધી જતાં રોગચાળો ફાટી નીકળવાની આશંકા છે.