શહેરના વટવામાં સદાનીધાબી કેનાલથી બીબી તળાવ ચાર રસ્તા તરફ જવાનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસમાર બની ગયો છે. જેના લીધે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. વારંવાર ફરિયાદ કરવા છતાં મ્યુનિ. દ્વારા રોડનું સમારકામ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે. જેના લીધે ચોમાસામાં રોડ પર ટુ-વ્હીલર ચાલકો પડી જતાં અકસ્માત સર્જાવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. રોડનું સમારકામ કરવા લોકો માંગણી કરે છે.
હાટકેશ્વર બ્રિજ પાસે કપચી નાખીને બનાવેલો રોડ વરસાદમાં ધોવાઈ જતાં ફરી બિસમાર બન્યો
હાટકેશ્વર ચાર રસ્તાથી ખોખરા તરફ જવાનો રોડ છેલ્લા ઘણાં સમયથી બિસમાર બની ગયો છે. જેના કારણે સ્થાનિકો દ્વારા મ્યુનિ.માં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. અંતે તંત્રે કામ કર્યાનો દાવો કરવા…