હાટકેશ્વર ચાર રસ્તાથી ખોખરા તરફ જવાનો રોડ છેલ્લા ઘણાં સમયથી બિસમાર બની ગયો છે. જેના કારણે સ્થાનિકો દ્વારા મ્યુનિ.માં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. અંતે તંત્રે કામ કર્યાનો દાવો કરવા માટે માત્ર કપચી નાંખીને રોડનું સમારકામ કર્યું હતું. જો કે સામાન્ય વરસાદમાં જ આ કપચી ધોવાઈ જતાં રસ્તો ફરી બિસમાર બની ગયો છે. એટલે આ રોડથી અવરજવર કરતાં હજારો વાહનચાલકો અને રાહદારીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. એટલે સ્થાનિકો કહી રહ્યા છે કે. રોડનું ખરા અર્થમાં સમારકામ કરવુ હોય તો ડામર નાંખીને યોગ્ય રીતે કામગીરી કરવી જોઈએ. થીંગડા મારવા જેવી કામગીરી કરીને પ્રજાના ટેક્સના નાણાં દૂરપયોગ થતો રોકાવો જોઈએ.







