શહેરના થોડાસરથી જશોદાનગર તરફ જવાના કેડિલા બ્રિજની ફૂટપાથ પાસેની 100 મીટરની રેલીંગ તુટી ગઈ છે. એટલે ત્યાંથી પસાર અવરજવર કરવામાં રાહદારીઓને ડર લાગે છે. હાઈવે રોડના બ્રિજ પરની રેલીંગ તુટી ગયાને ઘણા દિવસો વિતી ગયા તેમ છતાં તંત્ર દ્વારા તેના સમારકામની દિશામાં કોઈ કામગીરી કરાતી નથી. એક તરફ શહેરમાં ફૂટપાથો તુટેલી હોવાથી લોકો રોડ પર ચાલે તો અકસ્માત સર્જાવાનો ભય રહે છે. ત્યારે અહીંયા રેલીંગ તુટેલી હોવાથી લોકો ફૂટપાથ પર ચાલતા ગભરાઈ રહ્યા છે. એટલે તંત્ર દ્વારા તાકિદે રેલીંગનું રિપેરીંગ કામ કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.







