શહેરના પૂર્વ ઝોનના 8 વોર્ડમાં જાહેર રોડ પર પાર્ક કરાયેલા 36 વાહનોને લોક મારીને મ્યુનિ દ્વારા રૂ. 13 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત રામોલ-હાથીજણ વોર્ડમાં સી એન્ડ ડી વેસ્ટ મામલે રૂ.10 હજારનો દંડ વસૂલાયો હતો.
ઓઢવ વોર્ડમાં 10 વાહનને લોક કરીને રૂ.3 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે રામોલ-હાથીજણ વોર્ડમાં 5 નંગ વાહનોને લોક કરીને રૂ.2500 દંડ, નિકોલમાં એક ડમ્પર જપ્ત કરાયુ. પાંચ વાહનોને રૂ.1500 દંડ. વિરાટનગર વોર્ડમાં 4 વાહનને લોક કરીને રૂ.એક હજારનો દંડ કરાયો હતો.
વસ્ત્રાલમાં પણ એક ડમ્પર જપ્ત કરાયુ. 4 નંગ વાહનોને લોક કરીને રૂ.બે હજારનો દંડ. ગોમતીપુર વોર્ડમાં 2 નંગ વાહનોને લોક કરીને રૂ.500 દંડ, અમરાવાડીમાં 4 વાહનોને રૂ.2000 અને ભાઈપુરા વોર્ડમાં બે વાહનોને લોક કરીને રૂ.500 દંડ વસૂલ કરાયો હતો.







