નારોલમાં ટ્રાફિક થતાં AMTS બસનો કાચ ફોડી ચાલકને માર્યો

કાર વચ્ચે આવતાં ચાલકે બસ ઊભી રાખી હતી

નારોલથી એએમટીએસ બસ લઈને લાલદરવાજા તરફ જતા માર્ગમાં કાર આવતા ડ્રાઈવરે બસ રોકતા શાકભાજીની લારી ધરાવતા યુવકે ઝઘડો કરી મારામારી કરી વજનનો કાંટો મારીને બસનો કાચ ફોડી નાંખ્યો હતો. આ અંગે બસ ડ્રાઈવરે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શિલજમાં ઠાકોર વાસમાં રહેતા રાજુભાઈ ડામોર (ઉ.45) કોન્ટ્રાકટ બેઝ પર એએમટીએસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. તેઓ દરરોજ ત્રાગડથી લાંભા રૂટની બસમાં ડ્રાઈવીંગ કરે છે. બન્યુ એવુ કે રવિવારે સાંજે સાતેક વાગ્યાની આસપાસ ડ્રાઈવર રાજુભાઈ લાંભા ઇન્દિરાનગરથી બસ સ્ટેન્ડથી પેસેન્જર ભરીને પાછા લાલ દરવાજા બસ લઈને જતા હતા. આ દરમિયાન ઇન્દિરાનગરના બસ સ્ટોપથી 100 મીટર આગળ પહોંચ્યા હશે ત્યાં રસ્તામાં એક કારચાલક આવી જતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. આજ સમયે એક યુવક નીકળ્યો અને બસના ડ્રાઈવરને “તારા પિતાજીનો રોડ છે. બસ સાઈડમાં ઉભી રાખ” કહીને તકરાર કરવા લાગ્યો હતો. ડ્રાઈવર રાજુભાઈ બસમાં થી નીચે ઉતરીને યુવકને સમજાવવા જતા હતા ત્યાં તો યુવકે ડ્રાઈવરને ગાલ પર એક લાફો ચોડી દઇ લારીમાંથી લોખંડનો બાટ ઉઠાવીને બસનો આગળના ભાગે મારતા બસનો કાચ ફૂટી ગયો હતો. આ અંગે સચિન પટણી વિરુદ્ધ બસ ચાલકે ફરિયાદ કરી છે.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી