શારદાબેન હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ બાદ સગાંએ હંગામો કર્યો

ડોક્ટરે સમયસર સારવાર શરૂ નહીં કરી હોવાનો આક્ષેપ

પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચતાં મામલો થાળે પડ્યો

મ્યુનિ. સંચાલીત શારદાબેન હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં ફસાઇ છે, જેમાં સોમવારે મોડી રાત્રે 45 વર્ષના એક દર્દી છાતીમાં દુઃખાવા સાથે શારદાબેન હોસ્પિટલમાં ઈમરજન્સીમાં પહોંચ્યા હતા. જોકે દર્દી થોડા સમયમાં જ મૃત્યુ પામતા આ મામલે હંગામો થયો હતો. દર્દીઓના સગાઓ પાછળથી લાકડીઓ સાથે હોસ્પિટલમાં ધસી આવ્યા હતા અને ડોક્ટરોને બહાર કાઢવાની માગણી કરવા લાગ્યા હતા. હંગામો થતાં સ્થાનિક સ્ટાફ દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોમતીપુર વિસ્તારમાં પુજારીની ચાલીમાં રહેતા સાલેહા ફિરોજ અખ્તરને રાત્રે 2.37 કલાકે છાતીમાં દુઃખાવાની સમસ્યા સાથે શારદાબેન હોસ્પિટલમાં શારદાબેન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તે સમયે ફરજ પર તબીબ હાજર ન હતાં. જુનિયર તબીબને સીપીઆર જેવી પ્રાથમિક સારવાર આપતાં પણ આવડતું ન હોવાનો દર્દીના સગાઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો.

દર્દીને તત્કાલ સારવાર આપવામાં નહી આવતાં થોડીવારમાં જ દર્દીનું મૃત્યુ નિપજ્યુ હતું. જેને પગલે ડોક્ટરોની બેદરકારીને કારણે દર્દીનું મૃત્યુ થયાનું લાગતાં ગોમતીપુરથીદર્દીના સગાઓ લાકડીઓ લઇને શારદાબેન હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. તેમણે યોગ્ય સારવાર નહી આપતાં ડોક્ટરને બહાર કાઢવા માટે હોબાળો મચાવ્યો હતો. દરમ્યાન આ મામલે તત્કાલ પોલીસને સ્થળે પર બોલાવવામાં આવ્યા હતા. જે બાદ સ્થિતિ શાંત થઈ હતી. આ મામલે સ્થાનિક કોર્પોરેટર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી છે.

7 વર્ષથી મ્યુનિ. હોસ્પિ. ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટથી જ ચાલે છે

મ્યુનિ. સંચાલીત શારદાબેન, વી.એસ. હોસ્પિટલ, એલજી હોસ્પિટલમાં કાયમી સુપ્રિટેન્ડટની નિમણુંક જ થઇ શકી નથી. 3 વખત એડવર્ટાઇઝ આપવા છતાં પણ કોઈ તબીબ આ હોદ્દો સંભાળવા તૈયાર નથી. ત્યારે બીજી તરફ આવી ઘટના સમયે ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટને કારણે મ્યુનિ. કોઇ અસરકાર કામગીરી કરી શકતું નથી. એટલું જ નહી પણ હોસ્પિટલમાં વહીવટી અને મેડિકલ બે સંત્તાઓ અલગ અલગ રાખવા એક નવી અધિકારી કેડર ઉભી કરવા પણ સ્ટેન્ડીંગ કમિટિમાં ઠરાવ થયો હોવા છતાં કોઈ અમલ થઇ શક્યો નથી.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી