નિકોલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર બીડી માગવાની તકરારમાં હત્યા

પોલીસે ફરાર આરોપીની ગણતરીના કલાકમાં ધરપકડ કરી

બોલાચાલીમાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત

નિકોલમાં કન્સ્ટ્રકશન સાઈટ પર કામ કરતા બે કારીગરો વચ્ચે બીડી માંગવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક કારીગરે બીજા કારીગરની લોખંડના સળીયાના સંખ્યાબંધ ઘા ઝીકી દીધા હતા.ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે તેનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. આ મામલે નિકોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે.

મુળ ઉત્તરપ્રદેશના અને થલતેજમાં હેબતપુરા પાસે નવી બનતી બિલ્ડીંગમાં પ્લમબરીંગનુ કામ કરી ત્યાં જ રહેતા વિજયભાઈ સરોજના ગામના કૌટુંબિક કાકાનો દિકરો પ્રદિપ ઉર્ફે બાબુલાલ પાંચ વર્ષથી તેમની સાથે પ્લમ્બરીંગનુ કામકાજ કરતો હતો.બે મહિનાી પ્રદિપ નિકોલ મેંગો સિનેમા પાસે આવેલી પુષ્કર વેલી નામની નવી બનતી સાઈટમાં અલગ પ્લમ્બરિંગ કામ કરતો હતો.

ગત તા 18 મીએ રાતના વિજય સરોજ કામ પતાવી જમી પરવારીને સૂઈ ગયા હતા. વહેલીસવારના ચાર વાગ્યાના સુમારે તેમના પર તેમના કૌટુંબિક ભાઈ પ્રદિપની સાથે કામ કરતા રાજકુમાર ચૌહાણનો ફોન આવ્યો હતો જેણે કહ્યું હતુ કે પ્રદિપ અને સાઈટ પર કામ કરતા રણધીર અનિલકુમાર ચૌહાણ વચ્ચે મારામારી થઈ છે. આથી વિજયે નાનીમોટી મારામારી થઈ હશે તેમ વિચારીને સવારે સાઈટ પર જવાનું નકકી કરીને સૂઈ ગયા હતા. સવારે પાંચ વાગે અન્ય એક કારીગરે ફોન કર્યો હતો જેને સવારે સાત વાગે ફોન કરતા જાણ થઈ હતી કે પ્રદિપ અને રણધીર ચૌહાણ વચ્ચે રાતે બાર વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન બીડી માંગવા બાબતે બોલાચાલી થઈ હતી.

જેમાં રણધીરે પ્રદિપને માથામાં લોખંડના સળીયાના સંખ્યાંબધ ઘા ઝીંકી દેતા પ્રદિપ લોહીથી લથબથ થઈ ગયો હતો. જેને આસપાસના કારીગરો સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.આ વાત જાણી વિજય સરોજ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા જ્યાં પ્રદિપ સરોજ ટ્રોમાં વોર્ડમાં સારવાર હેઠળ હતો જેને માથામાં તેમજ ડાબા હાથે ઈજા થઈ હતી. દરમિયાન સવારના 9 વાગે ફરજ પરના તબીબે પ્રદિપ સરોજને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.

આ મામલે વિજય સરોજે નિકોલ પોલીસ સ્ટેશનમાં રણધીર ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગે નિકોલ પીઆઈ વી એસ વાઘેલાએ જણાવ્યુ હતું કે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી