શાહવાડીમાં ઘરફોડ ચોરી કરનારો રીઢો ચોર પકડાયો

રૂ.3.18 લાખના સોનાના દાગીના કબ્જે કર્યાં

નારોલના શાહવાડીમાં બંધમકાનનું તાળુ તોડીને દાગીનાની ચોરીના બનાવમાં પોલીસે તપાસ હાથધરી હતી. જેમાં પોલીસે ઘરફોડ ચોરને પકડીને તપાસ કરતાં આરોપી રીઢો ચોર હોવાનો ખુલાસો થયો છે.

ત્યારે પોલીસે આરોપી પાસેથી ચોરીના મુદ્દામાલ કબ્જે કરીને તેને નારોલ પોલીસ સ્ટેશને સોંપવાની કવાયત કરવામાં આવી છે.

નારોલના શાહવાડીના જ્યોતિનગરમાં તા.1 થી 9 જુલાઈ દરમિયાન મકાનનું તાળુ તોડીને ચોરે તિજોરીમાં રાખેલા જુદા જુદા સોનાના રૂ.3.18 લાખના દાગીનાની ચોરી કરી હતી. ચોરી અંગે નારોલ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઘરફોડ ચોરને પકડી પાડવા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સપોર્ટથી ગુનાના આરોપી આસિફ ઉર્ફે ભેડિયા પટેલને ઝડપી પાડયો હતો. આરોપી પાસેથી ચોરીમાં ગયેલા રૂ.3.18 લાખના દાગીના કબ્જે કર્યા હતા.

બાદમાં આરોપીની સધન પુછપરછ કરતાં તેની સામે અગાઉ દાણીલીમડા, નારોલ,શહેરકોટડા, ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. આમ રીઢો ઘરફોડ ચોરને પકડવામાં પોલીસને સફળતા મળી છે.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી