મણિનગરમાં પખવાડિયાથી ગટર ઉભરાવાની સમસ્યાથી રહીશો ત્રસ્ત

આસપાસની 10 સોસાયટીઓના રહિશોને હેરાનગતી

પૂર્વના પોશ વિસ્તાર ગણાતા મણિનગરમાં સ્વામીનારાયણ મંદિર પાસે છેલ્લા એક પખવાડિયાથી ગટરના ગંદા પાણી ઉભરાતા હોવાની સમસ્યા જોવા મળી રહી છે. રોડ પર પાણી ભરાતા મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને હેરાનગતિ ભોગવવાનો વારો – આવ્યો છે. જ્યારે આસપાસની – 10 સોસાયટીના રહીશો પણ રોડ પર ભરાયેલા ગટરના પાણીની તીવ્ર દુર્ગંધથી હેરાન પરેશાન થઈ ગયા છે.ત્યારે નાગરિકોના હિતમાં મ્યુનિતંત્ર તાકિદે ડ્રેનેજની સફાઈની

કામગીરી કરે તેવી લોકો માંગણી કરી રહ્યા છે.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, મણિનગરના રામબાગ પાસે આવેલા સ્વામીનારાયણ મંદિર નજીક અવારનવાર ગટરલાઈન ઉભરાઈ જાય છે. પખવાડિયાથી વારંવાર ગટર ઉભરાતી હોવાથી તેના ગંદા પાણી રોડ પર ફરી વળતાં ચારે તરફ તીવ્ર દૂર્ગંધ ફેલાઈ જાય છે. એટલે ત્યાંથી અવરજવર કરવામાં નાગરિકો પરેસાન થઈ રહ્યા છે. ઉપરાંત સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા આવતા નાગરિકો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે.

મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને પણ આ ગંદા પાણીમાં થઈને જવાનો વારો આવતા કંટાળી ગયા છે. જ્યારે ઉભરાયેલી ગટરના પાણી આસપાસની 10 જેટલી સોસાયટીઓના રોડ પર ફરી વળે છે. જેના કારણે સોસાયટીના રહીશો અને રાહદારીઓને અવરજવર કરવામાં તકલીફ પડે છે. આ મામલે સ્થાનિકો દ્વારા મ્યુનિ કોર્પોરેશનમાં ઉભરાતી ડ્રેનેજ અંગે ફરિયાદો કરવામાં આવે છે. ત્યારે તંત્ર તરફથી કામગીરી થઈ જશે તેવા ઠાલા વચનો આપવામાં આવે છે. પરંતુ વાસ્તવિકમાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી તંત્રને પણ કામગીરી કરવામાં રસ નથી.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી