મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી
રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ
સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુઃખાવો બની ગઈ છે. રોડ પર કોર્મશિયલ દબાણના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડે છે. સાઉથ બોપલ તેમજ ઘુમા-શેલા તરફ જનારા માટે સૌબો સેન્ટર એન્ટ્રી પોઈન્ટ છે. આ રોડ પર કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે ગેરકાયદે પાર્કિંગથી મુશ્કેલી સર્જાય છે. રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચાયો હતો. હવે મ્યુનિ. ઔડા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગની કામગીરી કરાશે. અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષકે રોડ સેફ્ટીની કમિટીની બેઠકમાં જણાવ્યું કે પાર્કિંગ માટેની જગ્યા મ્યુનિ. અને સ્થાનિક પોલીસ દ્વારા ગેરકાયદે રીતે ભાડાપટ્ટે આપવામાં આવે છે. જેના કારણેપાર્કિંગ પર દબાણ ખડકીને ટ્રાફિકજામની સમસ્યા ઊભી કરે છે. રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરમાં દબાણ અને ટ્રાફિકજામની ચર્ચા થતી હોય છે. પરંતુ આ વખતે બોપલનો મુદ્દો ચર્ચાયો હતો.
હવે પોલીસ-મ્યુનિ. તપાસ કરી દબાણો હટાવશે
રોડ સેફ્ટી કમિટીના સભ્યે જણાવ્યું કે બેઠકમાં મોટાભાગે ટ્રાફિકજામની સમસ્યા અંગે પ્રશ્નો પૂછાતા હોય છે. સોબો સેન્ટરના રોડ તરફ જે સમસ્યા સર્જાય ર્જાય છે તે માટે ચર્ચા કરાઈ હતી અને તેનો ઉકેલ લાવવા માટે ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા ચર્ચા કરાઇ હતી. અને તેઓએ મ્યુનિ. અને સ્થાનિક પોલીસની કામગીરીનો ચિતાર બેઠકમાં રજૂ કર્યો હતો. જેશહેરના તમામ વિસ્તારોમાં દબાણ અને ટ્રાફિકની સ્થિતિ અંગેનો ચોક્ક્સ ચિતાર મેળવી શકાય છે. જોકે આવનારા દિવસોમા પોલીસ અને મ્યુનિ. એસ્ટેટ વિભાગ તપાસ કરીને ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરશે






