પખવાડિયામાં વેપારીએ ત્રીજી પોલીસ ફરિયાદ કરી
મેઘાણીનગરમાં રહેતા મહેશભાઈ કલાલ છેલ્લા બસ સ્ટેન્ડ પાસે ટી સ્ટોલ ધરાવી ગુજરાન ચલાવે છે.શુક્રવારે તેમની દુકાને રાવણ ઉર્ફે કાલુ સોનજીભાઈ પટણી તથા તેનો ભાઈ શ્રવણ ઉર્ફે બોબડો આવ્યા હતા અને કોલ્ડડ્રીંક માંગતા તેમને આપ્યુ હતુ. ત્યારબાદ મહેશભાઈએ રૂપિયા માંગતા આ બંનેએ કહ્યુ હતુ કે, તે મારા અને મારા ભાઈ સામે પોલીસ ફરિયાદ કરી હતી જેમાં મને વકીલનો તેમજ અન્ય ખર્ચ થયો છે તે મને આપી દે અને આ કેસમાં સમાધાન કરી લે.આથી મહેશભાઈએ તેમને માર મારીને દુકાનમાં તોડફોડ કરી હોઈ સમાધાન કરવાનો ઈન્કાર કરતાઆ બંનેએ છરી કાઢીને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાને નુકશાન કરી આ જગ્યાએ ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે તેવી ધમકી આપી હતી.
આ અગાઉ તા 1ના રોજપણ આ જ રીતે શ્રવણે સમાધાન કરવા છરી બતાવી ધમકી આપી હતી. અંતે બીજીવખત આ પ્રકારની ધમકી આપતા કંટાળીને વેપારીએ ફરી રાવણ ઉર્ફે કાલુ સોનજીભાઈ પટણી તથા તેનો ભાઈ શ્રવણ ઉર્ફે બોબડો સામે ફરિયાદ નોંધાવી હતી.
અત્રે નોંધનીય છે કે, આ અગાઉ મહેશભાઈએ ગત તા 19 ડિસેમ્બરે આ જ રીતે દુકાનમાં તોડફોડ કરવા મામલે રાવણ ઉર્ફે કાલુ સોનજીભાઈ પટણી તથા તેનો ભાઈ શ્રવણ ઉર્ફે બોબડો સહિત 20 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. તેમજ ગત તા 25 ડિસેમ્બરે પણ રાવણ ઉર્ફે કાલુ સામે ફરિયાદ નોંધાવી હતી.