દાણીલીમડાના સુએજ ફાર્મ ખાતે મીલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા મજુરને વિજ કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. નારોલના ગોકુલનગર વિભાગ-બી ખાતે રહેતા ચંદન રાજેન્દ્ર પાંડે (ઉ.32) દાણીલીમડા સુએજ ફાર્મ ખાતેની પ્રોસેસીંગ મીલમાં કોન્ટ્રાકટ ઉપર કામગીરી કરે છે.
ગત તા.6 ઓક્ટોમ્બરના રોજ સાંજના સમારે ચંદન મીલમાં કામ કરતા હતાય. ત્યારે વિજ કરંટ લાગતા સારવાર અર્થે ઈસનપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ મામલે દાણીલીમડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.







