શહેરના વટવામાં સદાનીધાબી કેનાલથી બીબી તળાવ ચાર રસ્તા તરફ જવાનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસમાર બની ગયો છે. જેના લીધે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. વારંવાર ફરિયાદ કરવા છતાં મ્યુનિ. દ્વારા રોડનું સમારકામ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવે છે. જેના લીધે ચોમાસામાં રોડ પર ટુ-વ્હીલર ચાલકો પડી જતાં અકસ્માત સર્જાવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. રોડનું સમારકામ કરવા લોકો માંગણી કરે છે.
કૃષ્ણનગરમાં નકલી પોલીસે મહિલાના દાગીના પડાવ્યા
સરદારનગરમાં 29 વર્ષિય મહિલા પરિવાર સાથે રહે છે. જેમાં તે અઠવાડિયાથી કામ માટે પતિ સાથે અમદાવાદ આવી છે. ગત તા.2 ઓગસ્ટે બપોરે અઢી વાગ્યાની આસપાસ મહિલા ઠક્કરનગર ચાર રસ્તા પાસે…