વટવામાં 37 દિવસ પહેલા ગુમ થયેલા યુવકની હત્યામાં પકડાયેલા આરોપીના રીમાન્ડ પુરા થતા તેને સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. વટવામાં ચારમાળીયામાં રહેતો આબીદ ઉર્ફે અસલમ ગેંડો ગત 26 માર્ચના રોજ ઘરેથી વીસીના રૂપિયા લેવા જવાનુ કહીને ગુમ થયો હતો. ત્યારબાદ તેની લાશ કચરા નીચે ધરબાયેલી મળી આવી હતી.આ મામલે વટવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજદિપસિંહ તખતસિંહની બાતમીના આધારે પોલીસે હત્યા કરનારા હુસેન ફિરોજ શેખને ઝડપી પાડયો હતો. આરોપીને ચાર દિવસના રીમાન્ડ પુરા થતા સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. વટવામાં 37 દિવસ પહેલા ગુમ થયેલા યુવકની હત્યામાં પકડાયેલા આરોપીના રીમાન્ડ પુરા થતા તેને સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી
ઈજનેર સસપેન્ડ થયાં હવે સંપત્તિની તપાસ એસીબી દ્વારા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં માર્ગ અને મકાન વિભાગના સસ્પેન્ડ કાર્યપાલક ઇજનેર સહિત અન્ય ઇજનેરોસામે તપાસ માટે એમના ઘર ઓફિસ અને લોકરોની તપાસ માટે…