મહિલાની સાથેના સંબંધ કારણભૂત, પોલીસે તપાસ આદરી
એક વ્યક્તિ મહિલાને મળતો હોઈ ઠપકો આપતા મામલો ગરમાયો
ઓઢવમાં એસિડ એટેક કરવાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા ઘટસ્ફોટ થયો છે કે મૃતક અને તેની સાથે રહેતા લોકો પૈકી એક વ્યક્તિને નજીકની સોસાયટીમાં એક મહિલા સાથે સબંધ હોઈ તેને મળવા માટે જવા મામલે આરોપીએ તેને આમ નહીં કરવા ઠપકો આપ્યો હતો. જે મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેને લઈને આરોપીએ ત્રણ વ્યક્તિઓ સૂતા હતા ત્યારે એસિડ જેવુ જલદ પ્રવાહી છાંટતા એકનુ મોત નિપજયુ હતુ જયારે અન્ય બે ને સામાન્ય ઈજા થઈ હતી.
અર્બુદાનગરમાં જયશકિત સોસાયટીમાં ગત તા 27 મીએ રાતે શ્રવણદાન ગઢવી અને કૌટુંબિક ભત્રીજો શતિદાન ગઢવી અને અન્ય એક સબંધી ઘરમાં સૂતા હતા. ત્યારે મધરાતે અચાનક મોડીરાતે શ્રવણદાન ચીસો પાડવા લાગતા શતિદાન અને સબંધી જાગી ગયા હતા. ઈજાગ્રસ્ત શ્રવણ દાન ગઢવી અને શતિદાન ગઢવીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જયાં શ્રવણદાનને વધુ સારવાર માટે રાજસ્થાન લઈ જતા રસ્તામાં તેમનુ મોત થયું હતું. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ચંદુભાઈ મેરૂભાઈ સિંહોરા સામે ગુનો દાખલ કર્યો હતો.
બીજ બાજુ ઓઢવ પોલીસ અને ક્રાઈમ બ્રાંચે આરોપીનુ પગેરુ દબાવીને ચંદુભાઈની સોમવારે ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે આ કેસના ભોગ બનનારા અને આરોપી પણ ભાડાના મકાનમાં રહેતા હતા. તેમની સોસાયટીની નજીક આવેલી સોસાયટીમાં રહેતી એક મહિલા સાથે ભાડે રહેતા ત્રણ પૈકી એકને સબંધ હોઈ તેને મળવા માટે રાતના સમયે ચંદુભાઈના ઘર પાસેની દિવાલ ઠેકીને જવા મામલે તેમણે ઠપકો આપતાં ઝઘડો થયો હતો. વાતનુ મનમાં વેર રાખીને ચંદુભાઈએ એસિડ એટેક કર્યો હતો.