મેઘાણીનગરમાં બર્થ ડેની ઉજવણીમાં ફટાકડા ફોડતાં બે પક્ષો વચ્ચે મારામારી

પાઈપ અને કુહાડીથી હુમલો કરતા બંને પક્ષના બે લોકોને ઈજા

મેઘાણીનગરમાં જન્મદિવસની ઉજવણીમાં ફટાકડા ફોડીને ઘોંઘાટ કરતા લોકોને ઠપકો આપતા બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક વ્યકિતને કુહાડીથી અને એકને પાઈપથી ઈજા થઈ હતી. આ મામલે બંને પક્ષોએ મેઘાણીનગર પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાવી છે.

મેઘાણીનગરમાં અમરાજી નગરમાં રહેતા નરેશસિંગ મુજબ ગત પહેલી મે ના રોજ રાતના સમયે તેમના પાડોશી રામઅવતારસિંહ અને તેમના ભાણીયા તુફાન અને કરણ તેમના ઘરની પાસે રોડ પર ફટાકડા ફોડીને જન્મદિવસ ઉજવતા હોઈ અવાજ થતો હતો. આ અંગે તેમણે ફટાકડા ફોડવાની ના પાડતા આ ત્રણેએ તેમને અમે ફટાકડા ફોડીશુ તારાથી થાય તે કરી લે કહીને મારમારી કરી હતી. આ સમયે રામઅવતારસિંહે ઘરેથી કુહાડી લાવીને મારતા તેમને માથામાં ઈજા થઈ હતી. જયારે સામાપક્ષે રામઅવતારસિંહ તોમરે ફરિયાદ નોંધાવી છે કે તેમનો જન્મદિવસ હોઈ ભાણીયા સાથે મળીને ફટાકડા ફોડતા હતા.

આ સમયે નરેશસિગ ભદોરીયાએ આવીને આ તમારા બાપનો રોડ છે અહી ફટાકડા કેમ ફોડો છો તેમ કહીને મારમારી કરી હતી. ત્યારબાદ નરેશસિંહે ઘરેથી લોખંડની પાઈપ લાવી મારવા જતા મે ડાબો હાથ આડો કરતા પંજાના

  • Related Posts

    ઈસનપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલનો પોલ નમી પડ્યો, જવાબદાર સામે કાર્યવાહી થશે?

    શહેરના ઈસનપુર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્લનો પોલ રીતસર નમી પડ્યો છે. દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવરથી ધમધમતા નેશનલ હાઈવે નં.8 પર જો સિગ્નલ પોલ ટ્રાફિકજામ દરમિયાન પડી ગયો તો…

    વિરાટનગર અને નિકોલ વોર્ડમાં ખોદકામને પગલે બિસમાર રસ્તાથી લોકોને હાલાકી

    રોડનું સમારકામ નહીં કરાય તો ચોમાસામાં અકસ્માત સર્જાવાની શક્યતા, ચોમાસુ બારણે ટકોરા મારી રહ્યું છે ત્યારે શહેરના વિરાટનગર અને નિકોલ વોર્ડમાં રોડ વચ્ચે કરાયેલા ખોદકામનું સમારકામ કરાયુ નથી.હજારોની સંખ્યામાં વાહનો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું

    અમરાઈવાડીમાં બે માસથી પાણીની લાઈનમાં લીકેજ

    ઈસનપુરમાં પેટીએમ સાઉન્ડ અપડેટના નામે ફોનની ચોરી

    નરોડામાંથી દારૂની 840 બોટલ ભરેલી કાર સાથે બે ઝડપાયા

    ઉ.ઝોનમાં ગંદકી બદલ 237 એકમોને નોટિસ