ખોટી બિલ્ટ્રી અને બિલો મુકતા ભાંડો ફૂટી ગયો
નારોલમાં ટ્રાન્સપોર્ટ કંપનીના માર્કેટિંગ મેનેજરે ખોટી બિલ્ટીઓ, સહિઓ અને સિક્કાઓ મારીને બારોબાર રૂ. 11.63 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને ઠગાઈ આચરી હતી. જેમાં જે કંપનીનું ટ્રાન્સપોર્ટેશનનું કામ કર્યુ તેના બીલોના રૂપિયા જમા ન થતા માલિકે તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ અંગે વેપારીએ કર્મી સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
ઇસનપુરમાં રહેતા તેજપાલ ઇસરાન ટ્રાન્સપોર્ટની કંપની ધરાવી ધંધો કરે છે. જેમાં તેમને મિત્ર મારફતે આવેલ નારોલના કપીલદેવ શર્માને ગત ઓક્ટોમ્બર 2024થી માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી પર રાખ્યા હતા.
જેમાં ખાનગી કંપનીનો લાંભા ખાતેનો પ્લાન્ટ બંધ કરી તેમણે સાણંદ ખાતે ટ્રાન્સપોર્ટેશનનું કામ કપીલદેવને સોંપ્યુ હતુ. જેમાં માર્કેટીગનુ કામ લાવે તેમાંથી નફાના 33 ટકા કમિશન આપવાની વાત થઈ હતી. દરમિયાન જેમાં છમહિનાના કપીલદેવે ટ્રાન્સપોર્ટેશન કુલ રૂ. 11.63 લાખના બીલો જમા કરાવ્યા હતા પરંતુ કંપનીમાં તે રૂપિયા જમા થયા ન હતા. જેથી કપીલદેવને ફોન કરતા બંધ આવતો હતો. ત્યારે તેજપાલે અન્ય કંપનીનો સંપર્ક કરતા કોઇ બીલો તેમની કંપનીને મળ્યા નથી આવુ કોઈ ટ્રાન્સપોર્ટેશન કર્યુ ન હતુ. જે બાદ તપાસ કરતા કપિલદેવે ખોટીબિલ્ટીઓ, સિક્કાઓ અને ખોટી સહિઓ કરીને બારોબાર રૂ. 11.63 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.