રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ જ આવતો નથી
દરિયાપુર વોર્ડમાં વાડીગામ પીપળાવાળી પોળમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક કામગીરી કરાતી ન હોવાથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરતા કહી રહ્યા છે કે,ટેક્સ ઉધરાવામાં અગ્રેસર રહેતું મ્યુનિ દ્રઆપે તંત્ર પીવાના પાણી તો શુદ્ધ આપે પછી ટેક્સની ઉધરાણી કરે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, દરિયાપુર વોર્ડની વિવિધ પોળમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. જેમાં વાડીગામ પીપળાવાળી પોળમાં વારંવાર પીવાનું પાણી ગંદૂ આવી રહ્યું છે.જેના લીધે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે.