લંડન જવાના પ્રયાસમાં યુવક પકડાયો હતો
વર્ષ 2024માં એરપોર્ટ પર લંડન જતી ફલાઈટના મુસાફરોના ચેકીંગમાં વિજય કાંગી (રહે વલસાડ) નામના મુસાફરનો પાસપોર્ટમાં શંકાના આધારે ઈમીગ્રેશન ઓફિસરે જન્મનું પ્રમાણપત્ર માંગતા તેમાં બોપલનુ સરનામુ હતુ. આ મામલે ઈમીગ્રેશન વિભાગે સ્પેશીયલ ઓપરેશન ગ્રુપમાં અરજી આપી હતી.
એસઓજીએ યુવકના દસ્તાવેજોની ખરાઈ કરતા યુવકનુ સાચુ નામ વિજય રાજશીભાઈ ખુંટી મહેર (ઉ.19) હોવાનું ખુલ્યુ હતુ. વિજયે તેના પિતાના નામનુ ખોટું સર્ટીફિકેટ કઢાવ્યુ હતુ અને તેના આધારે સુરતના એક એજન્ટ પાસે બોગસ દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવ્યો હતુ. પોલીસે પાસપોર્ટમાં વલસાડનુ એડ્રેસ હોઈ તપાસ કરતા ત્યાં આવી કોઈ સોસાયટી જ નહોવાનું ખુલ્યુ હતુ.આ રીતે પાસપોર્ટ મેળવી યુ કે ના વીઝા મેળવી વિજય એરપોર્ટ પહોચ્યો હતો પરંતુ પકડાઈ ગયો હતો. ઈમીગ્રેશન ઓફિસરે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં વિજય તેના પિતા રાજશીભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.