ત્રાસથી પરિવારને અમદાવાદથી ડીસા હિજરત કરવાની ફરજ પડી
અગાઉ અમરાઈવાડીમાં અને હાલમાં ડીસામાં રહેતા વિજયભાઈ ચૌહાણ(ઉ.45) છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
વિજયભાઈને આજથી થોડા વર્ષો અગાઉ રૂપિયાની જરૂરીયાત ઉભી થતા વસ્ત્રાલ મહાદેવ નગરના ટેકરા પાસે રહેતા ભુરાભાઈ પાસે 10 ટકા વ્યાજે 50 હજાર રૂપિયા લીધા હતા. વિજયભાઈ ટુકડે ટુકડે કરીને ભુરાભાઈ પાસેથી લીધેલા 50 હજારની સામે વ્યાજ સહીત 1.85 લાખ ચૂકવી આપ્યા
હતા. ત્યારબાદ વર્ષ 2022માં વિજયભાઈને રૂપિયાની તાતી જરૂરિયાત ઉભી થઈ ત્યારે ફરીથી ભુરાભાઈ પાસેથી 50 હજાર 10 તે રૂપિયા ટકા લેખે લીધા હતા. તે રૂ પણ વિજયભાઈએ વ્યાજ સહીત રૂ.2 લાખ ચૂકવી આપ્યા હતા. તેમ છતાં ભુરાભાઈ વધુ 50 હજાર વ્યાજની માંગણી કરવા લાગ્યા હતા. બાદમાં ભુરાભાઈએ વિજયભાઈને બાઈક પર બેસાડીને અમરાઈવાડીમાં આવેલા સત્યમ નગર ખાતે લઈ ગયા અને વ્યાજની ઉઘરાણી કરીને હાથ પગ તોડીને તલવાર બતાવીને ચીરી નાંખવાની ધમકી આપી હતી.
ગભરાઈ ગયેલા વિજયભાઈએ મોબાઈલ નંબર બંધ કરીને પરિવાર સાથે બનાસકાંઠાના ડીસા તાલુકામાં હિજરત કરવા મજબૂર બન્યા હતા. ત્યારબાદ ધાર્મિક પ્રસંગે વિજયભાઈ અમરાઈવાડીના સુખરામનગર માં માતાજીની રમેલ હોવાથી આવ્યા હતા. ત્યારે ભુરાભાઈ અને રામજી રબારી આવ્યા અને વ્યાજના 50 હજાર લેવાના નીકળે છે કહીને જો રૂપિયા નહિ આપો તો તમને બન્નેને પતાવી દઈશું તેવું ધમકી આપતાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ભુરાભાઈ અને રામજી રબારી વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.