નારોલમાં વીજ કરંટ લાગતા દંપતિના મોતની દૂર્યટનાને પગલે મ્યુનિ. માં વિપક્ષના નેતા શહેજાદખાનની આગેવાનીમાં ઈકબાલ શેખ, જગદીશ રાઠોડ સહિતના કોગ્રેસના કોર્પોરેટરોએ સેકટર-2 જેસીપી જયપાલસિંહ રાઠોરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા સહિતની કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.






