શહેરના બહેરામપુરા વોર્ડમાં સરકારી પ્લોટમાં થયેલા દબાણો દૂર કરીને મ્યુનિ.એ 18554 ચો.મી ક્ષેત્રફળના ગેરકાયદે બાંધકામો તોડી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મ્યુનિ.ના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બહેરામપુરાના ગુલાબનગરની બાજુમાં સના મસ્જિદ પાસે સુએઝ ફાર્મ વિસ્તારમાં મ્યુનિ.ને મળેલા પ્લોટનો કબ્જો લેવાની કામગીરી કરાઈ હતી. જેમાં 5 ઓરડીના આશરે 450 ચો.મીનું બાંધકામ. એક ધાર્મિક બાંધકામ,261 રનિંગ મીટર કંપાઉન્ડ વોલ દૂર કરી કુલ 18554 ચો.મી ક્ષેત્રફળનું બાંધકામ તોડી પાડયું હતું.
આ ઉપરાંત દક્ષિણ ઝોનના વિવિધ વોર્ડમાં દબાણો ખસેડવાની કાર્યવાહી હેઠળ ૩ કાચા શેડ. 8 નંગ લારી, 76 નંગ પરચુરણ માલસામાન જપ્ત કરીને રસ્તો ખુલ્લો કરાયો હતો.