ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

શીલજના ધ ગાર્ડન બંગ્લોઝ સામેના રોડ પર ઘટના બની હતી

સલામતીનાં સાધનો વિના શ્રમિકોને ગટરમાં ઉતાર્યાનો ગુનો દાખલ

શીલજમાં ધ ગાર્ડન બંગ્લોઝ સામેના રોડ પર ગટર સાફ કરવા માટે ઉતરેલો શ્રમિક ગૂંગળાઈ ગયો હતો. જેથી તેને બચાવવા બીજો શ્રમિક પણ ગટરમાં ઉતર્યો હતો. જોકે બંને શ્રમિકના ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયાં હતાં. આ અંગે બોપલ પોલીસે ખાનગી કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

બોપલમાં ડીપીએસ સ્કૂલની બાજુમાં શીલજ કેનાલ રોડ પર ધ ગાર્ડન બંગ્લોઝ આવેલા છે. તેની સામેના રોડ પર ગટર ભરાઈ હોવાથી જામ થઈ ગઈ હતી.

જેથી આ ગટર સાફ કરવાનું કામ ખાનગી કોન્ટ્રાક્ટર મુકેશભાઈ સુમેશ્વર અદાલત ઠાકુર (ધોળાકુવા ગાંધીનગર)ને અપાયું હતું, જેથી 5 સપ્ટેમ્બરે બપોરે 12.30 વાગ્યે મુકેશભાઈ બે શ્રમિક વિકાસ લાલબહાદુર (ઉ.20), કનૈયાલાલ ખુશીરામ (ઉત્તરપ્રદેશ)ને ગટર સાફ કરવા માટે લાવ્યા હતા. બપોરે 1.30 વાગ્યે મુકેશભાઈએ પ્રેશર મશીનની પાઇપ ગટરમાં ઉતારી હતી અને તે પાઈપ પકડાવીને વિકાસને ગટરમાં ઉતાર્યો હતો. ગટરમાં ઉતર્યાની થોડી જ વારમાં ગૂંગળામણ થવાથી વિકાસ બેભાન થઈ ગયો હતો.

જેથી બહાર ઊભેલો કનૈયાલાલ વિકાસને બચાવવા ગટરમાં ઉતર્યો હતો. જેથી તે પણ ગૂંગળાઈ ગયો હતો. બપોરે 3.40 વાગ્યે કનૈયાલાલનું મૃત્યુ થયંુ હતું. જ્યારે રાતે 10.25 વાગ્યે વિકાસનું મૃત્યુ થયું હતું. આ અંગે વિકાસના પિતા લાલબહાદુર કોરીએ બોપલ પોલીસમાં કોન્ટ્રાક્ટર મુકેશ ઠાકુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં મુકેશભાઈએ કોઈ પણ પ્રકારનાં સલામતીનાં સાધનો સાથે રાખ્યા વગર શ્રમિકોને ગટરમાં ઉતાર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના કારણે બંનેનાં મૃત્યુ થયાં હતાં. આથી બોપલ પોલીસે મુકેશ વિરુદ્ધ બેદરકારી દાખવી મોત નિપજાવવા અંગેનો ગુનો નોંધ્યો હતો.

  • Related Posts

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    આજે અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા નરોળ હરનિયા વાસ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક શાકભાજી અને ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં પ્રતાપભાઈ રાઠોડ અને તેમના…

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    મ્યુનિ.-સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ દબાણ ખડકાય છેઃ ગ્રામ્ય એસપી રોડ સેફ્ટિ કમિટીની બેઠકમાં શહેરના બદલે માત્ર બોપલના મુદ્દે જ ચર્ચા થઈ સાઉથ બોપલમાં સોબો સેન્ટરથી સિવિક સેન્ટર સુધી ટ્રાફિક જામની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    અમાવસ્યાના પાવન અવસરે માં વૈષ્ણો દેવી જાગરણ મંડળ દ્વારા જરૂરિયાતમંદોને અન્ન વિતરણ

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    સ્થાનિક પોલીસ અને મ્યુનિ.ના કારણે સોબો સેન્ટર પાસે ટ્રાફિકજામ થાય છે

    દાણીલીમડામાં વીજકરંટ લાગતા મિલમાં કામ કરતા મજૂરનું મોત

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ખોખરામાં હાઉસિંગ બોર્ડ પાસે 3 માસમાં બીજીવાર પાણીનું લીકેજ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    ગટરમાં ગૂંગળાઈ જવાથી 2 શ્રમિકનાં મોતના મામલે કોન્ટ્રાક્ટરની ધરપકડ

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી

    નારોલની વીજ કરંટની ઘટનામાં અધિકારીઓ સહિતના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની માગણી