કૃષ્ણનગરમાં નકલી પોલીસે મહિલાના દાગીના પડાવ્યા

સરદારનગરમાં 29 વર્ષિય મહિલા પરિવાર સાથે રહે છે. જેમાં તે અઠવાડિયાથી કામ માટે પતિ સાથે અમદાવાદ આવી છે. ગત તા.2 ઓગસ્ટે બપોરે અઢી વાગ્યાની આસપાસ મહિલા ઠક્કરનગર ચાર રસ્તા પાસે આવેલી હોટલમાં જમવા માટે ગઈ હતી.

ત્યારે બાઈક પર અજાણ્યા શખ્સે તેનો પીછો કરી રહ્યો હોવાનો અહેસાસ થયો હતો. જમ્યા બાદ તે હોટલ બહારથી રીક્ષામાં બેસી પોતાના ઘર તરફ જવા લાગી હતી.

ત્યારે રસ્તામાં શખ્સે રિક્ષા અટકાવી હતી અને જણાવ્યું હતું કે. હું પોલીસમાં છું અને તુ ખોટા ધંધા કરે છે એટલે તારે મારી સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે.

ત્યારબાદ તેણે મહિલાને બાઈક પર બેસવાનું કહેતા તે ગભરાઈ હતી. પરંતુ શખ્સે ગુસ્સો કરી પોલીસ તરીકે ઓળખ આપતા મહિલા બાઈક પર બેસી ગઈ હતી. ત્યારબાદ તે મહિલાને અજાણી જગ્યાએ લઈ ગયો હતો અને કહ્યું હતું કે, તે પહેરેલા દાગીના મને આપી દે, નહીં આપે તો કેસ કરીશ કહીને રૂ.2.90 લાખના દાગીના પડાવીને શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

આ અંગે મહિલાએ શખ્સ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્ય બાઈક ચાલક યુવક સામે ફરિયાદ નોધાવી છે. ફરિયાદના આધારે પોલીસે હોટલની આસપાસના સીસીટીવી ફુટેજના આધારે યુવકને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

  • Related Posts

    વટવામાં બિસમાર રોડથી અકસ્માત વધ્યા

    શહેરના વટવામાં સદાનીધાબી કેનાલથી બીબી તળાવ ચાર રસ્તા તરફ જવાનો રસ્તો છેલ્લા કેટલાય સમયથી બિસમાર બની ગયો છે. જેના લીધે લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે. વારંવાર ફરિયાદ કરવા છતાં…

    દાણીલીમડામાં 50 ફૂટથી નીચે પટકાતાં મજૂરનું મોત

    દાણીલીમડામાં શેડ પરથી પતરા ઉતારવાની કામગીરી કરતા 50 ફુટ ઉંચેથી નીચે પટકાતા એક યુવકનુ મોત નિપજયુ હતુ. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કૃષ્ણનગરમાં નકલી પોલીસે મહિલાના દાગીના પડાવ્યા

    વટવામાં બિસમાર રોડથી અકસ્માત વધ્યા

    દાણીલીમડામાં 50 ફૂટથી નીચે પટકાતાં મજૂરનું મોત

    મહિલા કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરતા 2 ની ધરપકડ

    ગંભીરા બ્રિજના ઇજનેરના ઘરે દરોડા પાડવા કોર્ટની મજૂરી માગી

    તમારું રિફંડ પેન્ડિંગ છે, આવો મેઈલ આવે તો સાવધ રહેવું