બુકીએ ટિકિટ અને આવવા-જવાનો ખર્ચ આપ્યાની શંકા
તમામના મોબાઈલમાં ક્રિકેટના સટ્ટા માટેની ખાસ એપ્લિકેશન હતી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વન ડે ક્રિકેટ મેચ ઉપર સ્ટેડિયમની અંદર બેઠા બેઠા મોબાઈલ ફોનથી સટ્ટો રમી રહેલા 5 ની પોલીસે કરી હતી. તેમની પાસેથી રૂ.1.80 લાખની કિંમતના 5 મોબાઈલ ફોન પોલીસે કબજે કર્યા હતા.
સ્ટેડિમમાં મેચ દરમિયાન મોબાઈલ ફોનથી એપ્લીકેશન ઉપર સટ્ટો રમવા માટે ઘણા બધા બુકી માણસોને બેસાડે છે. જેના માટે તેમને ટીકીટ લઈને સ્ટેડિયમમાં મેચ જોવા મોકલે છે. આ ઉપરાંત તેમને આવવા – જવાના ભાડના પૈસા તેમજ રહેવાની વ્યવસ્થા પણ કરી આપે છે. સ્ટેડિયમની અંદર બેસીને સટ્ટો રમતા માણસોને પકડવા માટે પોલીસ પેટ્રોલિંગ કરે છે. પોલીસે 5 ઝડપી લીધા હતા. જેમાં રાજેન્દ્ર સોનવણે. આદિત્ય ડાગોર, સંજીવ ચૌહાણા નિપુન આનંદ અને કૃણાલ ભટ્ટનો સમાવેશ થાય છે. તેમાં મોબાઈલમાંથી સટ્ટા માટેની એપ મળી હતી.