લાવનાર, લેનાર, મગાવનાર સામે ફરિયાદ
રામોલ પોલીસે વિદેશી બનાવટના દારૂની 11 બોટલ ઝડપી પાડી હતી. તેમજ ડીલીવરી કરનારા લેવા આવનારા અને દારૂ મંગાવનારા એમ ત્રણ સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રામોલ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ટુ વ્હીલર પર આવેલા અને તેની પાસે ઉભેલા હસમુખભાઈ ઉર્ફે હર્ષદ ગોવિંદભાઈ પરમાર (રહે. ગંગા એપાર્ટમેન્ટ, વસ્ત્રાલ)અને મનીષ અમૃતલાલ મેવાડા( રહે. હોટલ ઈડન પાર્ક મુળ રહે રાજસ્થાન)ને રોકીને તપાસ કરતા તેમની પાસેથી ટુ વ્હીલરની ડેકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 11 બોટલો મળી આવી હતી.
આ અંગે બંનેની પુછપરછ કરતા ટુ વ્હીલર પર દારૂ લઈને આવેલા મનીષ મેવાડાની પુછપરછ કરતા તેની પાસે આ દારૂ કિર્તી ગોવિંદભાઈ પરમાર એ મંગાવ્યો હોવાનુ અને કીર્તી પરમારે આ દારૂનો જથ્થો તેના મોટા ભાઈને આપવા માટે મોકલ્યો હોવાનું કહ્યું હતું. પોલીસે રૂપિયા 33,363 નો મુદ્દામાલ કબજે કરી હસમુખભાઈ ઉર્ફે હર્ષદ પરમાર, મનીષ મેવાડા અને વોન્ટેડ કિર્તી ગોવિંદભાઈ પરમાર સામે ગુનો દાખલ કર્યો છે.