અમારા સંબંધીની સાથે ઝઘડો કેમ કર્યો’ કહીને ચારે તૂટી પડયા
બે દિવસ પહેલા યુવકને બાઈક ચલાવવા મામલે ઝઘડો થયો હતો
બાપુનગરમાં બે દિવસ પહેલા સ્પીડમાં બાઈક ચલાવવા મામલે થયેલા ઝઘડાની અદાવત રાખીને એક યુવક પર ચાર વ્યકિતઓએ તલવાર અને છરીથી હુમલો કરીને ઈજા પહોચાડી હતી. આ અંગે બાપુનગર પોલીસે ચાર સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
બાપુનગરમાં રામદેવનગરમાં હેતા અતલ ઉ રહેતા અતુલ ઉર્ફે ભોલુ રાજપૂતની તેની ચાલીમાં સુનિલ ઉર્ફે ધોની, લવ, વિરેન્દ્રસિંહ ઉર્ફે મોન્ટુ અને અજય ભટ્ટ વગેરે રહે છે. ગત તા 26 મીએ અતુલને સુનિલના સબંધીના દિકરા સાથે સ્પીડમાં બાઈક ચલાવતા ઠપકો આપતા ઝઘડો થયો હતો. જેમાં બાદમાં અંદરોઅંદર સમાધાન થઈ ગયુ હતુ.
ત્યારબાદ રાતના 11 વાગે અતુલ ઘરે હાજર હતો ત્યારે તેને સુનિલ, લવ. વિરેન્દ્રસિંહે તારુ કામ છે તેમ કહીને બહાર બોલાવ્યો હતો. ત્યારબાદ અમારા સબંધીની સાથે કેમ ઝઘડો કર્યો તેમ કહીને ત્રણેએ મારામારી કરી હતી. આ સમયે સુનિલે પોતાની પાસેનુ ચપ્પુ કાઢીને હુમલો કરતા અતુલને ખભા પર તેમજ હાથ પર અને કોણીના ભાગે ઈજા થઈ હતી.
દરમિયાન વિરેન્દ્રસિંહે તેના ઘરેથી તલવાર લાવીને સુનિલ ઉર્ફે ઘોનીને આપતા તેણે અતુલને માથાના ભાગે એક ફટકો માર્યો હતો. ત્યારબાદ લવએ તલવાર લઈને મારતા જમણા હાથે ઈજા થઈ હતી જયો વિરેન્દ્ર અને અજયે લાકડીના ફટકા માર્યા હતા.
આ સ્થિતિમાં લોહી નીકળવા લાગતા અતુલે બૂમાબૂમ કરતા આસપાસના માણસો એ આવીને તેને વધુ માર મારવાથી બચાવ્યો હતો. આ અંગે અતુલ રાજપૂતે બાપુનગર પોલીસ સ્ટેશનમાં સુનિલ ઉર્ફે ધોની, લવ, વિરેન્દ્રસિંહ ઉર્ફે મોન્ટુ અને અજય ભટ્ટ સામે ફરિયાદ નોંધાવી છે.